Wednesday, April 27, 2016

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
હાથમાં એ આપવાને હાથ તો આવ્યા હતા ફૂલ ની ક્યારી મહી બે ફૂલ તો ઉગ્યા હતા
માનવી એ માનવી ને કેટલા દીધા દગા તોય તે પાછા મળીને પ્રેમ બીજ વાવ્યા હતા
આપણી સાથે પછી એ હોય કે ના હોય તો આપણે તો માનવીના બસ હ્રદય માપ્યા હતા
બંધ દરવાજે અમે તો ઓળખી લીધા હતા એ થકી એ આજ પણ મારા થવા પામ્યા હતા
સાકળુ ને સાકળુ મન રોજ થાતું જાય છે એટલે મારું હૃદય એ તોડવા ફાવ્યા હતા..

નીતા કોટેચા " નિત્યા "